ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના 65માં જન્મદિવસે દિગ્ગજ નેતા વજુભાઇના આશીર્વાદ લીધા….

ગુજરાતના રાજકારણમાં વજુભાઇ વાળાની સૌથી વરિષ્ઠ નેતા તરીકે ગણતરી થાય છે. કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિવૃત્ત થતા હવે તેઓ રાજકોટમાં પોતાના ઘરે આવી ગયા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના 65માં જન્મદિવસે દિગ્ગજ નેતા વજુભાઇના આશીર્વાદ લીધા હતા.  બાદમાં વજુભાઇએ મીડિયાને જણાવ્યું હતું કે ‘સફાયો કરવાનો નથી, ભાજપ પક્ષને આગળ લઇ જવાનો છે. આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે વજુભાઇને ભાજપમાં મહત્ત્વનો હોદ્દો આપવામાં આવે એવી શકયતા છે.