રાષ્ટ્રી જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. એવામાં રાજકારણ પણ તેજ થઇ ગયું છે. દરમિયાન ચારા કૌભાડ મામલે જામીન પર જેલથી બહાર આવેલા રાષ્ટ્રી જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે સમાજવાદી પાર્ટી (સપા)ના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવની મુલાકાત કરી હતી. લાલુ યાદવ છેલ્લા કેટલાક દિવસથી તેની દીકરી મીસા ભારતીના ઘરે રહી રહ્યા છે. દરમિયાન આજે તેઓ મુલાયમ સિંહ યાદવને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. લાલુએ મુલાયમ અને અખિલેશ સાથે ઘણા સમય સુધી ચર્ચા કરી હતી. અખિલેશ યાદવે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.