મુંબઈ ઇન્ટરનેશનલ શિવાજી મહારાજ ઍરપોર્ટ પર છત્રપતિ અદાણી ઍરપોર્ટનું બોર્ડ લાગતાં શિવસેના ખફા : શિવસૈનિકોએ ‘અદાણી’ ઍરપોર્ટના બોર્ડને નુકસાન પહોંચાડ્યું…..

મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઍરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપના હાથમાં છે. શિવસેનાના કાર્યકર્તાઓએ ઍરપોર્ટ પર લાગેલા ‘અદાણી’ ઍરપોર્ટના બોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું. શિવસેનાએ આક્ષેપ કર્યો હતો કે ‘આ ઍરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ’ના નામે ઓખળવામાં આવતું હતું, પણ હવે અહીં અદાણી ઍરપોર્ટનું બોર્ડ લાગેલુ છે. એ સહન કરવામાં નહીં આવે. નોંધનીય છે કે મુંબઈ ઍરપોર્ટનું સંચાલન જુલાઇ મહિનાથી સંપૂર્ણ રીતે અદાણી ગ્રુપના હાથમાં આવ્યું છે.