સીબીએસઇનું બારમા ધોરણનું પરિણામ 99.37 ટકા….

સીબીએસઇનું બારમા ધોરણનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. આ વર્ષે બારમા ધોરણનું પરિણામ 99.37 ટકા આવ્યું છે. આ પરીક્ષામાં 99.67  ટકા વિદ્યાર્થિનીઓ અને 99.13 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. નોંધનીય છે કે સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને દસમા અને બારમાં ધોરણની પરીક્ષા રદ કરી દીધી હતી. આ વખતે રિઝલ્ટ ઇન્ટરનલ માર્ક્સ અને સીબીએસઇ દ્વારા નક્કી કરવામાં આવેલા ફોર્મ્યુલાના આધાર પર તૈયાર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે બારમા ધોરણનું પરિણામ જાહેર કરવા માટે 31મી જુલાઇ સુધીની ડેડલાઇન નક્કી કરી હતી. એટલે બોર્ડે દસમા પહેલા બારમા ધોરણનું રિઝલ્ટ જાહેર કર્યું છે.