વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમતા બેનર્જીએ આશરે 40 મિનિટ ચર્ચા કરી…

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદી સાથે મમતા બેનર્જીએ આશરે 40 મિનિટ ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિથી લઇને વેક્સિનેશન સુધીની ચર્ચા થઇ.

મમતા બેનર્જીએ વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે જનસંખ્યાના હિસાબેથી પશ્ચિમ બંગાળને ઓછો વેક્સિનનો જથ્થો મળ્યો છે. વડા પ્રધાન મોદીએ આશ્વાશન આપ્યું છે કે તેઓ આ મુદ્દે વિચારશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની મોદી સાથે પશ્ચિમ બંગાળનું નામ બદલવા અંગે પણ ચર્ચા થઇ છે.

પેગાસસ મામલે તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાને પેગાસસ મુદ્દે વિચારણા કરવા અને સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં તપાસ કરવાનો નિર્ણય લેવા માટે એક બધા પક્ષોની બેઠક બોલાવવી જોઇએ.’