આરબીઆઈ તબક્કાવાર રીતે ડિજિટલ રૂપિયો લોન્ચ કરશે : રિઝર્વ બેન્ક ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકર
રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે કહ્યું છે કે બેન્ક ટૂંક સમયમાં તબક્કાવાર રીતે ડિજિટલ રૂપિયો લોન્ચ કરશે. તેનો પાઈલટ પ્રોજેક્ટ જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રે રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક ડિજિટલ મુદ્રા અંગે ઘણું વિચારી ચૂકી છે અને વિશ્વની અનેક બેન્ક સાથે સંપર્કમાં છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ મુદ્રા હેઠળ ગ્રાહકોને ડિજિટલ ચલણમાં દેખાયેલી અસ્થિરતાના ભયાનક સ્તરેથી બચાવવાની જરૂર છે.
આ ચલણને સરકારની કોઈ ગેરંટી હોતી નથી. શંકરે કહ્યું કે વિવિધ દેશમાં સેન્ટ્રલ બેન્ક સીબીડીસીની સંભાવના ચકાસી રહી છે અને ઘણા દેશોમાં તેની પ્રક્રિયા ચાલી રહી છે. લીગલ સેન્ટર ફોર લીગલ પોલિસીના ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા તેમણે કહ્યું કે સંભવત: સીબીડીસીનો વિચાર અમલીકરણની નજીક છે.
એ બાબત નોંધવી રહી કે નાણાં મંત્રાલય દ્વારા રચાયેલી એક ઉચ્ચસ્તરીય સમિતિએ સીબીડીસીને ડિજિટલ ચલણ તરીકે રજૂ કરવાની ભલામણ કરી હતી. ક્રિપ્ટો કરન્સીમાં થતી છેતરપિંડીને કારણે આ પગલું ભરાઈ રહ્યું છે. ક્રિપ્ટોનો ઉપદ્રવ ભયંકર ઝડપથી યુવાવર્ગ પર હાવ થઇ રહ્યો છે.
રિઝર્વ બેન્કે બેન્ક ડિરેક્ટરની પર્સનલ લોનની સીમા વધારો કર્યો છે. પહેલા કોઇ પણ બેન્કના ડિરેક્ટર્સ અને તેમના પરિવાર મહત્તમ ૨૫ લાખ રૂપિયાના પર્સનલ લોન લઇ શકતા હતા. પરંતુ હવે તેને વધારીને ૫ાંચ કરોડ રૂપિયા કરવામાં આવશે.
રિઝર્વ બેન્કે શુક્રવારે એક પરિપત્ર બહાર પાડ્યો છે જે મુજબ બેન્કને તેના અથવા અન્ય કોઈ બેન્કના ડિરેક્ટર્સના પતિ અથવા પત્ની આશ્રિત બાળકો સિવાય અન્ય કોઈ સંબંધીને ૫ાંચ કરોડ રૂપિયાથી વધુ પર્સનલ લોન આપવાની મંજૂરી નહીં આપે.