હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડૅટ….

હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડૅટ કરી શકાશે.

ઇન્ડિયા પોસ્ટ અને યુનિક આઇડેન્ટિફિકૅશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કરેલી ગોઠવણ પ્રમાણે આધાર કાર્ડધારકના મોબાઇલ નંબર અપડૅટ કરવાની પરવાનગી ટપાલીને આપવામાં આવી છે. આ સેવા દેશની ૬૫૦ ઇન્ડિયા પોસ્ટ પૅમેન્ટ બૅન્ક (આઇપીપીબી), ૧.૪૬ લાખ ટપાલી અને ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) દ્વારા ઉપલબ્ધ રહેશે.

આઇપીપીબીના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીપીબી હાલ ફક્ત મોબાઇલ અપડૅટ સેવા જ આપે છે, પણ ટૂંક સમયમાં એ પોતાના નૅટવર્ક દ્વારા ચાઇલ્ડ ઇનરોલમેન્ટ સર્વિસ પણ આપશે.
૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં.