જૂના દાગીનાના ફેર વેચાણના નફા પર જ જીએસટી લાગે : ઑથોરિટી ફોર ઍડવાન્સ રૂલિંગ (એએઆર)

કર્ણાટકના ઑથોરિટી ફોર ઍડવાન્સ રૂલિંગ (એએઆર)એ જણાવ્યું હતું કે જૂના દાગીનાના વેચાણના નફા પર જ ઝવેરીએ જીએસટી ભરવો પડે.

બેંગલોરના એક ઝવેરીએ લોકો પાસેથી ખરીદેલા જૂના દાગીનાના વેચાણ અને ખરીદીના ભાવમાં તફાવત પર જીએસટી કર ભરવા વિશે સ્પષ્ટતા માગતી અરજીના જવાબમાં એએઆરની કર્ણાટકની ખંડપીઠે નોંધ્યું હતું કે જીએસટી કર ફક્ત વેચાણના ભાવ અને ખરીદીના ભાવના માર્જિન પર ભરવાનો રહેશે કારણ કે અરજદાર દાગીનાને ગાળીને એનો ઉપયોગ સોના અથવા નવા દાગીના બનાવવા નથી કરી રહ્યો, પણ દાગીનામાં કોઇ જાતનો ફેરફાર કર્યા વગર ફક્ત એને સાફ કરીને અને ઘસીને ફરીથી વેંચી રહ્યો છે. નિષ્ણાતોના મતે આ ચુકાદાને લીધે જૂના દાગીનાના વેચાણ પરના જીએસટીમાં ઘટાડો થશે.