મુંબઈમાં ગઈકાલ રાતથી વરસી રહેલા વરસાદને કારણે લોકલ ટ્રેનની સેવા  ખોરવાઇ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા……

થાણે સહિત નવી-મુંબઈમાં ગઈકાલ રાતથી વરસી રહેલા  વરસાદને કારણે દાદર,હિન્દમાતા,સાયન ,માટુંગા,અંધેરી, જોગેશ્વરી અને ગોરેગાંવ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.વરસાદને કારણે લોકલ ટ્રેનની સેવા  ખોરવાઇ. કુર્લા, સાયનમાં ટ્રેક પર પાણી ભરાઇ જવાના કારણે સ્લો લાઇનની ટ્રેનોને ફાસ્ટ ટ્રેક પર દોડાવવામાં આવી રહી છે.સેન્ટ્રલ અને હાર્બર રેલવેમાં લોકલ ટ્રેનનો 20 થી 25 મિનિટ મોડી દોડી રહી છે એવી માહિતી રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવજી સુતારએ આપી હતી.