મહાનાયક અમિતાભ બચ્ચનને ‘મોટું દિલ’ રાખવાની સલાહ…..

મહાનાયક અમિતાભ બચ્ચન આજકાલ તેમના બંગલા ‘પ્રતિક્ષા’ને લઇને ચર્ચામાં છે. એમના ઘરની બહાર મનસેના કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવીને અભિનેતાને ‘મોટું દિલ’ રાખવાની અપીલ કરી હતી. વાત જાણે એમ છે કે પાલિકા પ્રતીક્ષા બંગલા સામે આવેલા જ્ઞાનેશ્વરી રસ્તાને પહોળો કરવા માગે છે, કારણ કે અહીં ભારે ટ્રાફિકજામ થાય છે. આ કામ માટે અમિતાભ બચ્ચનના બંગલાની એક દીવાલ તોડવી પડે એમ હોવાથી પાલિકાએ 2017માં નોટિસ ફટકારી હતી, પણ અભિનેતાએ તેને કોર્ટમાં પડકારતા રસ્તાનું કામ અટકી પડ્યું હતું. અમિતાભ બચ્ચન પાલિકાને રસ્તાના કામમાં સહયોગ આપી રહ્યા ન હોવાથી મનસેના કાર્યકર્તાઓએ તેમને ‘મોટું દિલ’ રાખવાની સલાહ આપી હતી.