હવે, ગુજરાતમાં પણ વસતિ-નિયંત્રણ કાયદાની વિચારણા…..

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે રાજ્યમાં વસતિ નિયંત્રણ માટે તૈયાર કરેલા નવા ખરડા જેવો કાયદો હવે ગુજરાતની રૂપાણી સરકાર પણ અમલમાં મૂકી શકે છે. મંગળવારે ગુજરાતના મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વિચારણા થઇ રહી હોવાનુ જણાવ્યું હતુ.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સરકાર આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેતા પહેલા વસતિ નિયંત્રણ અંગે અન્ય રાજ્યો દ્વારા રજૂ કરાયેલા નવા કાયદાઓનો અભ્યાસ કરશે. જોકે રાજ્યમાં અત્યારે વસતિ નિયંત્રણનો જૂનો કાયદો અમલમાં છે જેમાં બે થી વધુ બાળકો હોય તેવા સ્ત્રી કે પુરૂષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકતા નથી. કેટલાક  રાજ્યો વસતિ નિયંત્રણ માટે નવા કાયદા લાવી રહ્યા છે.

ગુજરાત સરકાર પહેલા આ કાયદાઓનો અભ્યાસ કરશે અને જરૂર પડે તો યોગ્ય નિર્ણય લેશે. તેમણે  વધુમાં કહ્યું હતુ કે રાજ્ય સરકારે પહેલેથી જ એક કાયદો અમલમાં મુક્યો છે જેમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકતા નથી.  આમ વસતિ નિયંત્રણ ઘણા વર્ષો પહેલા અમલમાં મૂક્યો છે. ઉપરાંત, અમે લોકોને કૌટુંબિક યોજના પસંદ કરવા માટે રાજી કરવા જાગૃતિ અભિયાન પણ ચલાવીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ સરકારે વસતિ નિયંત્રણ બિલનો મુસદ્દો રજૂ કર્યો છે જેમાં જણાવાયું છે કે , બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાની, સરકારી નોકરી માટે અરજી કરવાની અથવા કોઈપણ પ્રકારની સબસિડી મેળવવાની મંજૂરી આપવામાં આવશે.