મરાઠા આરક્ષણને લઇને મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય…..

સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ રદ કર્યા બાદ રાજ્યના મરાઠા સમાજે આક્રમક વલણ આપનાવ્યું છે. આ મુદ્દાને લઇને વિપક્ષે પણ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, હવે રાજ્ય સરકારે મરાઠા આરક્ષણને લઇને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટનો પાંચમી મે, ૨૦૨૧નો નિર્ણય ધ્યાનમાં લઇને શૈક્ષણિક અને સામાજિક દ્રષ્ટિએ પછાત વર્ગ (ઇએસબીસી)ના આરક્ષણને મુંબઈ હાઈ કોર્ટે સ્ટે આપ્યો એ પહેલા એટલે કે ૧૪મી નવેમ્બર ૨૦૧૪ સુધી જે ઉમેદવરાનો ઇએસબીસી વર્ગમાંથી નિમણૂક આપવામાં આવી છે તેમને કાયમ કરવા બાબતનો શાસન નિર્ણય રાજ્ય સરકારે જારી કર્યો છે. રાજ્ય સરકારે ઇએસબીસીની નિમણૂક અંગેનો શાસન નિર્ણય મંગળવારે જારી કર્યો હતો. એ અનુસાર શાસકીય સેવામાં ખાલી પદો માટે ૧૪મી નવેમ્બર, ૨૦૧૪ પહેલા ઇએસબીસી વર્ગ માટે રહેલુ આરક્ષણ હાઈ કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તાત્પુરતી નિમણૂક આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.