મુંબઈના રેલવે સ્ટેશન આઈપી સીસીટીવી કેમેરા ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય…..
રેલવે સ્ટેશનો પર અચ્છિનીય ઘટના ન બને તે માટે ઑન ફિલ્ડ સુરક્ષાની સાથે મુંબઈના બધા જ સ્ટેશનો પર આઈપી આધારિત સીસીટીવી ઇન્સ્ટૉલ કરવામાં આવી રહ્યા છે. આ સીસીટીવીની મદદથી ૮૧૩ પ્રમુખ રેલવે સ્ટેશનો પર આઈપી આધારિત વીડિયો મોનિટરિંગ કરવામાં આવશે. જોકે, ૪૭ અન્ય સ્ટેશનો પર આ કામ ચાલુ છે.
રેલવે સ્ટેશનો પર ધસારાના સમયે ભીડનો ફાયદો ઊઠાવીને આરોપી અપરાધને અંજામ આપીને ગાયબ થઈ જાય છે, આવા બનાવો ન થાય તે માટે વિશેષરૂપે મહિલા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આઇપી આધારિત સીસીટીવી કૅમેરા ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઇપી (ઇન્ટરનેટ પ્રોટોકોલ) કેમેરાની રેકોર્ડિંગને ગમે તે જગ્યાએ મોનિટર કરી શકાય છે. ૮૧૩ પ્રમુખ રેલવે સ્ટેશન પર આ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આવતા વર્ષના માર્ચ મહિનામાં રેલવે પ્રશાસને ૭૫૬ સ્ટેશનો પર કેમેરા લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ યોજના અંતર્ગત રેલવે સ્ટેશન અને પ્રિમિયમ ટ્રેન અને લોકલ ટ્રેનના કોચને કવર કરશે. આ માટે ભારતીય રેલવેએ રેલટેલ કંપની સાથે કરાર કર્યા હતાં.
સીસીટીવીને ઑપ્ટિકલ ફાઇબર કેબલ સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યા છે અને આ કેમેરાનું રેકોર્ડિંગ આરપીએફ ચૌકીની સાથે ઝોલન સ્ટર પર સેન્ટ્રલાઇઝ્ડ સીસીટીવી ક્ધટ્રોલ રૂમમાં પણ જોવા મળશે. રેલવે પરિસરની સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા અને વીડીયો ગ્રાફીની નિગરાની ત્રણ સ્તરે કરવામાં આવી રહી છે. રેલવે પરિસરમાં વધુ કવરેજ મેળવવા માટે ચાર પ્રકારના આઇપી કેમેરા એટલે કે ડોમ ટાઇપ, બુલેટ ટાઇપ, પેન ટિલ્ટ ઝુમ, અલ્ટ્રા હાઈ ડેફિનેશન કેમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોની રેકોર્ડિંગ ૩૦ દિવસ સુધી સ્ટોર કરવામાં આવશે, એવું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.