અંતે યુરોપીયન યુનિયનના નવ દેશોએ ભારતીય વેકશિન કોવિશિલ્ડને મંજૂરી આપી….

યુરોપિયન યુનિયનના 9 દેશોએ ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીને મંજૂરી આપી છે અને એસ્ટોનીયાએ કોવેકશીન સહિતના તમામ ભારતીય રસીઓને માન્યતા આપવાની જાહેરાત કરી છે. ભારત દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નારાજગી બાદ આ યુરોપિયન દેશોએ આ પગલું ભર્યું છે. ભારતે બુધવારે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોને કોવિડ માટેના ભારતીય રસી અને કોવિન પ્રમાણપત્રોને માન્યતા આપવાની વિનંતી કરતાં કહ્યું કે જો આવું થાય તો જ ભારતમાં યુરોપિયન યુનિયન (ઇયુ) ડિજિટલ કોવિડ પ્રમાણપત્રને કોવિડ પ્રોટોકોલથી મુક્તિ આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનીયા, આઇસલેન્ડ, ગ્રીસ, આયર્લેન્ડ અને સ્પેને ઇયુ ડિજિટલ કોવિડ પ્રમાણપત્રમાં કોવિશિલ્ડનો સમાવેશ કર્યો છે. સ્વિટ્ઝર્લન્ડે પણ કોવિશિલ્ડને શેંગેન ગ્રુપના દેશ તરીકે માન્યતા આપી છે. દરમિયાન, એસ્ટોનીયાએ પુષ્ટિ આપી છે કે તે ભારત સરકાર દ્વારા અધિકૃત તમામ રસીઓને માન્યતા આપશે અને રસી અપાયેલા ભારતીય નાગરિકોને મુસાફરી કરવાની મંજૂરી આપશે.

બુધવારે મોડીરાતે, ભારતે 1 જુલાઇથી અસરકારક ઇયુ ડિજિટલ કોવીડ પ્રમાણપત્ર ફ્રેમવર્કમાં ભારતીય રસીનો સમાવેશ ન કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ માળખા હેઠળ, યુરોપિયન યુનિયન દ્વારા મુસાફરી પર પ્રતિબંધ મુક્તિ અને યુરોપિયન યુનિયનની અંદર મુક્ત રીતે આવન-જાવનને યુરોપિયન મેડિકલ એજન્સી દ્વારા અધિકૃત રસી અપાયેલા લોકો માટે મુક્તિની જાહેરાત કરી હતી.

ભારતે જૂથના 27 સભ્ય દેશોને કોવિડશિલ્ડ અને કોવાકસીન વિરુદ્ધ રસી અપાયેલા ભારતીયોને યુરોપ પ્રવાસની છૂટ આપવા અંગે અલગ અલગ વિચાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતે ઇયુના સભ્ય દેશોને કોવિન પોર્ટલ દ્વારા જારી રસીકરણ પ્રમાણપત્ર સ્વીકારવા વિનંતી કરી છે.