જમ્મુ-કાશ્મીરમાં 24 ક્લાકમાં બીજો આંતકી હુમલો : એરપોર્ટ સંકુલ (એરફોર્સના તકનીકી ક્ષેત્ર)માં ડ્રોન હુમલા બાદ પોલીસ અધિકારી સહિત પત્નીના મોત
આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતનો ભોગ બનેલા વિશેષ પોલીસ અધિકારી ફૈયાઝ અહેમદનો પુત્ર ભારતીય સેનામાં છે. ગઈ કાલે મોડી રાતે આતંકવાદીઓએ પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી નાખી. પુલવામામાં અવંતીપુરાના હરિપરિગામ નામના ગામમાં આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં તેમના પત્ની અને પુત્રી પણ ઘાયલ થયા હતા. પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે ઘાયલ પુત્રીએ આજે દમ તોડ્યો.
હુમલો કરનારા આતંકીઓની હજુ કોઈ ભાળ મળી નથી. સોમવારે સવારે દમ તોડનારી યુવતીની ઓળખ 23 વર્ષની રફિયા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ રવિવારે રાતે જ્યારે આતંકીઓ પૂર્વ એસપીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસ્યા ત્યારે પૂર્વ એસપીઓ તેમની પત્ની રઝા બેગમ અને પુત્રી રફિયા હાજર હતા. ત્રણે પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને આતંકીઓ ભાગી ગયા.
વિવારની રાત્રિના 11 વાગ્યાની આસપાસ કેટલાક હથિયારધારી આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરે બળજબરીથી ઘૂસી આવ્યા હતા. તેમણે ફૈયાઝ અને તેના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ફૈયાઝનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની રાજા બેગમ અનંતનાગની હોસ્પિટલમાં મૃત્યુ પામી. તેની પુત્રી રાફિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જ્યારે, જમ્મુ એરપોર્ટ સંકુલ (એરફોર્સના તકનીકી ક્ષેત્ર)માં રવિવારે બપોરે 2 વાગ્યે માત્ર પાંચ મિનિટના સમયમાં બે વિસ્ફોટ થયાં. જેમાં એરપોર્ટના તકનીકી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગની છતને નુકસાન થયું છે. આ સ્થાનની જાળવણી કરવાની જવાબદારી એરફોર્સને સોંપવામાં આવી છે. બીજો બ્લાસ્ટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો.
વિસ્ફોટમાં વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કોઈ સાધનને નુકસાન થયું નથી. આ કેસમાં બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ જમ્મુમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. ભારતીય સૈન્ય મથક પર આ પહેલો ડ્રોન હુમલો છે. આ અંગે હજી સુધી એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે એરફોર્સ સ્ટેશન પર ડબલ બ્લાસ્ટને આતંકી હુમલો ગણાવ્યો હતો. તેમણે બંને વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્ફોટક સામગ્રી છોડવાની આશંકા વ્યક્ત કરી હતી.
ગત સપ્તાહે મંગળવારે આતંકવાદીઓએ શ્રીનગરમાં ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના નૌગામ વિસ્તારમાં બની હતી. નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારના કનિપોરામાં આતંકવાદીઓએ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડારને તેમના ઘરની નજીક ત્રણ ગોળી મારી હતી. હુમલાના સમયે પરવેઝ નમાજ અદા કરી ઘરે પરત ફરી રહ્યો હતો.